Sunday, September 27, 2015

આપણું તો એવું કે વરસે તે વાદળી ને છલકે તે નેવું ...
ગામવટો પામ્યાને વરસો વીત્યાં ને તોય માલીપા ખેતરના ચાસ 
પગમાં વીંટાતી હજી કેડીઓ ને સીમ : મારાં રોમ રોમ શેઢાનું ઘાસ 
અષાઢી માટી શું મહેકે છે મન: હવે ઝાઝું શું કહેવું ?
આપણું તો એવું...
શ્રાવણનો તડકો જ્યાં ક્યારીમાં ન્હાય:દુર ઘાસભરી ટેકરીઓ ચરતી 
રહી રહીને વરસે છે ઝાડવાં ને-કન્યાની જેમ બધે ધરતી ઊછરતી
સુંવાળા વાયરાની જેમ મને જગવે છે વેળાના વ્હેળાનું વહેવું 
આપણું તો એવું...

-
મણિલાલ હ .પટેલ
આટલી ખારાશ તારા પાણીમાં ક્યાંથી ભળી ?
મેં તો ઓ દરિયા તને મીઠી નદી આપી હતી .
-
ખલીલ ધનતેજવી
આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવા આણાં
ઢોલિડાં ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો
ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો
ઘમઘમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી
રોકી શકે નહિ રાંકડી રે જતી મહિયરમોંઘી
ધોરી ધીમે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે
સાસરવાટ શીલા ભરી રે એને છેક અજાણી
ક્યાંય શીળી નથી છાયડી રે નથી પંથમાં પાણી
લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં
કોણ પળે પળ પૂછશે રે દુઃખ જોઈ દયાળાં
ઘામ વળે એને ઘૂમટે રે ઝીણાં વીંઝણાં દેજો
પાલવડાંને પલાળતાં રે લૂંછી આંસુડાં લેજો
હૈયાસૂની હબકી જતી રે એને રાખજો રાજી
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી
જોઈ ન જોઈ વહી જતી રે વનપંખણી જેવી
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી
કાલ્ય અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી
સાચર સાસલ સાસરું રે એનાં નીર તો ઊંડાં
દોડી દોડી કરે ડોકિયા રે મહીં જળચર ભૂંડાં
મીઠા તળાવની માછલી રે પાણી ક્યમ એ પીશે
ઘેરા એના ઘૂઘવાટથી રે મારી બાળકી બીશે
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર


સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા
સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો          
વીતેલી બે'ક પળમાંથી અમે નીકળી નથી શકતા
ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા
-મનોજ ખંડેરિયા



અમથું અમથું કોયલ કેરું મૌન ઊઘડે !
કાન માંડતું નથી કોઈ ને તોય
કોસને કંઠે ઝરતું
ખળ ખળ ખળ સંગીત,
નીકમાં વ્હેતું આવે ગીત !
ચાસમાં તરવરતી માટીની તાજી ગંધ વડે
ભીંજાય નહિ મેંદીની ભીની ભાત
તોય ત્રોફેલ હોઠને ત્રાજવડેથી ફરકે એવો
લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.
વાડે વળગેલા વેલાની
સૂકી સીંગોના ખખડાટ સમા
પગરવને પડઘે સીમ સળવળે નહિ
તોય ઝાકળિયું ઝૂકી નજર માંડતું રહે !
હુંય તે ટીમણટાણે
મહુડાનો છાંયો ઓઢી સંતાઈ જાઉં !
કાંબીકલ્લાં ને ઝાંઝરનો રણકાર
નેળિયે નથી ઊડતો;
છીંડાના કાંટા પાલવડે નથી અડપલું કરતા !

માધવ રામાનુજ
બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ;
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ.
તમને જોયાં ને પાંચ પગલાંની એકવાર
હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાનાં
કંકુ-ચોખાની વાત સાંભરે;
મને પથ્થરના સમણાના સમ્મ, ફરી જાગે રે
તે દીનો ભીનો તલસાટ
બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ !
ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય !
ઝાંઝવાની પરબો રેલાય તોય વાયરાની
તરસી વણઝાર ના ધરાય !
વાત વાદળ કે કાજળની કરતાં જાજો રે,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો રે,
નકર નૈ ખૂટે નોંધારી વાટ
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ !
 માધવ રામાનુજ



કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય, તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય, તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

- સ્નેહી પરમાર

Friday, September 25, 2015

મને ગોકુળિયું ગામ પાછું આપો 
મારા લઇ લ્યો કોઈ સામટા સંતાપો .
મટકી ફોડી અમે માખણ ખાધું એને વીત્યા છે જુગના જુગ 
બત્રીસ ભોજન હવે ભાવતા નથી, એમાં આવે છે વૈભવની સૂગ !
ફરી આંગણામાં બચપણને થાપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો .
ક્યાં નંદબાબા ? ક્યાં જશોદા મૈયા ? ક્યાં કાળી કાલંદરીનો કાંઠો?
ને રાધાનું નામ એક એવું તો નામ-જાણે ગળચટો શેરડીનો સાંઠો !
કોઈ હવે દેખાડો વનરાવન-ઝાંપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો .
સોનાની દ્વારકાના કિલ્લાના કાંગરાઓ ભલા થૈ છાતીમાં વાગે 
ગોકુલની ધૂળમાં ખેલવાના કોડ ફરી અંતરમાં આજકાલ જાગે !
પડે કાળજામાં રોજ રોજ કાપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો 
-
લાલજી કાનપરિયા
ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે
પાનેતરમાં પાન ફફડતું, ઢોલ ઢબુકતો ઢીલો
ટોળે વળતાં વિદાયગીતો ચહેરો ઓઢી વીલો
ગીત ભરેલું ગાલ્લું દોડે
પાદર જાતાં સૂનું બચપણ પ્રેત બનીને વળગ્યું
તળાવડીને તીરે કોઈ ધ્રુસકે ધ્રુસકે સળગ્યું
ગીત ભરેલું ગાલ્લું દોડે
ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે  -      કરસનદાસ લુહાર
ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી,
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.
પાલવમાં ચીતરેલો મેવાડી મહેલ તોય
ગોકુળના વાયરાની આશ સદા રમતી,
ચાંદલો કરતાં હું દર્પણમાં જોઉં :
થાય મુજથી વધારે હું માધવને ગમતી.
રાતનું અજવાળું આવે બોલાવવાને મૂર્તિએ
આંખોથી આવ કહી પોંખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.
તંબૂરો છેડે છે એના એ સૂર
હવે વાંસળીના સૂરોમાં લીન થઇ જાવું છે
દરિયો બનીને જો માધવ લહેરાય તો
ઝળહળતા શ્વાસ કાજ મીન થઈ જાવું છે,
જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને
જન્મે જન્મે એણે તોય મને ગોખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

-મુકેશ જોષી
તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં!
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
અટૂલા પાડી દે છે કૈં વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
જીવનની ભીંસમાં કરમાઈ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
ઘડીના માત્ર છઠ્ઠા ભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો
વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો
પછી કોઈ અભણનો હાથ ઝાલીને જરા નીકળો
-
મનોજ ખંડેરિયા

Friday, September 18, 2015

મળ્યો મને મારગની અધવચ શ્રાવણ ઝરમરિયો
નીરવ મારે કાનન ભીનો મર્મર ફરફરિયો
પગલે પગલે દઈ નિમંત્રણ ઇંગિત મને નવાજે
હોઠ ભીના લે જાણી : કોણે ઉરઆસવ ધરિયો?
કોઈ લઈને સળી અમિયલ દૂરથી સુરમો આંજે
ભરબપોરે અંધારાં મીઠાં આસપાસથી હેર્યાં
લહર અડપલું કરી ગઈ ને ફોરાં લીમડે વેર્યાં
કળું કળું : રુદિયો મુજ કોણે લીલોછમ કરિયો?
ગીતઃ હસિત બૂચ
ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે
સમયસર આભથી વિખરી ઘટાએ લાજ રાખી છે
તરસનું માન સચવાયું ફક્ત તારા વચન ઉપર
અજાણે મારી હાલતની ઘણાંએ લાજ રાખી છે
ઘણું સારું થયું આવ્યા નહિ મિત્રો મને મળવા પડી ‘કૈલાસ’ના શબ પર ઊડીને ધૂળ ધરતીની
કફન ઓઢાડીને મારી ખુદાએ લાજ રાખી છે
રચનાઃ કૈલાસ પંડિત
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!
પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
રચનાઃ અનિલ જોશી
માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો
વર્ષો પછી મળ્યાં તો નયન ભીના થઈ ગયાં છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો
મારોય હાથ આજ તો સુંદર બની ગયો
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો
રચનાઃ ‘આદિલ’ મન્સૂરી
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે
સાસુ ને સસરાજી અબઘડીયે આવશે કાશીની પૂરી કરી જાતરા રે
રોજિંદા ઘરકામે ખલ્લેલ પહોંચાડે મુને આંબલીની હેઠે પડ્યા કાતરા રે
પિયુજી છાપરાને બદલે જો આભ હોત તો બંધાતી હોત હું યે વાદળી રે
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે
માણસ કરતાં હું હોત મીઠાંની ગાંગડી તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે
ગીતઃ અનિલ જોશી

તારી આંખોમાં... હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં તેં લાખોના દિલડાને ઘાયલ કર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં ઓ મદઘેલી ગુલાબી તારી આંખડી મને લાગે કમળ કેરી પાંખડી એથી લાખો ભમરાઓને બેભાન કર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં ઓ...એવી નાગણ શી ચાલ જોઈ તારી લાગે લાખોના દિલમાં કટારી આથી લાખોના જીવન તેં ઝેર કર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં ઓ.. ઘડનારે ભૂલ કરી રંભા સમ રૂપ દીધું હૈયું કાં વજ્ર સમું તારું હાયે કીધું? તારી રગરગમાં વીજળીના તાર ભર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે તારી આંખોમાં જાદુના તીર ભર્યાં

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આજે તો વનમાં કોનાં વિવા? આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
ગીતઃ નરેન્દ્ર મોદી

Saturday, September 12, 2015

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                             
                                                                                               

હૈયું   ઘેલું  હાથ  રહે  ના   રહે  ના મારા કે'ણે,
ઘડી ઘડી એ  ગૂંજી રહે  છે  એક જ તારા  વેણે.

શેણે?    તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                 

ઘટા પ્રેમની છટાભરી  જો સજની આજ છવાઈ,
મનના  મોરો  ટહુકી  દેતા  આજે  એક  વધાઈ.

તું એ હું, હું એ તુ     

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                 

પ્રીત તણી  ઓ  પ્રીતમ  તારી  મધુરી  વીણા વાગી,
ઝનનઝનન મુજ ઝાંઝર ઝમક્યાં દિલડું બોલે જાગી.

શું?      તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                     

ગીતઃ પ્રહ્લાદ પારેખ
આંખ તમારી જુએ સપાટી અમે છુપાયા તળિયે
ભીતરને તળ તરો સજન તો રતન સમા સાંપડીએ
ફૂલ ફૂલમાં ફોરમ ફોરમ અમે વસંતી યૌવન
તમે જુઓ તે છીપ સજનવા, અમે માંહ્યલાં મોતન તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન
તમે સુણો તે શબ્દ અમે ના, અમે નીરવ નીતરીએ અમે ન રેશમ સ્પર્શ, અમે એકાંત ભરી ઊભરીએ

અમે લહેર આંસુની સાજન, તમે છલકાતાં લોચન
તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન
અમે તમારી મરુભોમના ઝરમર ઝરમર સાવન
ગીતઃ ચંદ્રકાન્ત દત્તાણી
હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માગે છે
ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને ડગરમાંથી
રુદનના કારણે દુનિયા ખુલાસા અપાર માગે છે
કાયમ કોણ એવો નિત્યનો શણગાર માગે છે સહારો આંસુઓનો પણ હવે કૈલાસ ક્યાં બાકી
હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે
રચનાઃ કૈલાસ પંડિત
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું
એટલે મૃત્યુને આધિન છેવટે થાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
ગીત ના ગાઈ શક્યો ને સાજ પણ તૂટી ગયું
એટલે આંસુ વહાવી દિલને બહેલાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
કે વરસતા વાદળા જેવા બધા મિત્રો મળ્યા
પ્યાસ મારી ના બૂઝી નાહકનું ભીંજાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
જોઈ દશા કૈલાસની કુદરતને શરમાવું પડ્યુ
જે રીતે આંધી ઊઠી થઈને કફન બેસી ગઈ
રચનાઃ કૈલાસ પંડિત
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
જ્યાં ગોરી ગોરી ગોપિકા ને હોય શ્યામળો શ્યામ
એક ગોકુળ સરખું ગામ
હે... ગોરસ લઈને ગોપિકાઓ મહી વેંચવા જાય
શામળિયો એને આવી સતાવે કરવા નહિ દે કામ
કુંજગલીમાં ઘૂમતી ઘૂમતી ગીત મધુરા ગાય
શામળિયો સૂર છેડે
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ વનવગડાંની વાટે શામળિયો સૂર છેડે બંસીના
શ્યામ વિના સૂના સૂના ધામ
કામ મૂકી ને ઘેલી ગોપિકા જાતી કેડે કેડે
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઈ હતી
મેં એક શેહઝાદી જોઈ હતી
એની આંખનું કાજળ હસતુ’તું
એના હાથની મહેંદી હસતી’તી
મોસમ જોઈ વિકસતુ’તું
એક નાનું સરખું ઉપવન જાણે
એની ચુપકીદી સંગીત હતી
એના સ્મિતમાં સો સો ગીત હતા એને પડછાયાની હતી લગન
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો
એને પગરવ સાથે પ્રીત હતી એણે આંખના આસોપાલવથી જરા નજરને નીચી રાખીને
ને પવનની જેમ લહેરાતી’તી
એણે સમયને રોકી રાખ્યો’તો એ મોજાં જેમ ઉછળતી’તી કોઈ હસીને સામે આવે તો
એના પ્રેમમાં ભાગીદાર થવા
બહુ પ્યારભર્યું શરમાતી’તી તેને યૌવનની આશિષ હતી એને સર્વ બલાઓ દૂર હતી ખુદ કુદરત પણ આતુર હતી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી
* * * વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે ત્યાં ગીત નથી સંગીત નથી ત્યાં પગરવ સાથે પ્રીત નથી
એ ન્હોતી મારી પ્રેમિકા
ને ઉર્મિઓના ખેલ નથી બહુ સૂનું સૂનું લાગે છે બહુ વસમું વસમું લાગે છે કે ન્હોતી મારી દુલ્હન
એમ છતાંયે દિલને આજે
મેં તો એને માત્ર ઝરૂખે વાટ નિરખતી જોઈ હતી કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું વસમું વસમું લાગે છે
બહુ સૂનું સૂનું લાગે છે
રચનાઃ સૈફ પાલનપુરી