Sunday, August 23, 2015


હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું નીલકમલનું ફૂલ રે કોણ મૂલવે મારા મૂલ રે હું મુરલીથી લજવાણી નાગણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું શ્રાવણનું વાદળ મારા નૈનોનું કાજળ હું મોસમની મસ્તાની શ્રાવણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું કોઈ નૈન મિલાવે છાનું કરે નજરોનું નજરાણું હું હર રંગે રંગાણી ફાગણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
તમારા નયનમાં  એક  સ્વપ્નું  થઈને
મને  સંતાઈ  જાતાં  નહિ  વાર લાગે
તમારા  ચરણની  નીચે  કુસુમ થઈને
મને  ચગદાઈ જાતાં  નહિ વાર લાગે

આંખેથી પૂછ્યું  તે આંખેથી કહેવાની
કરશો  નહિ   જો  તમે   મહેરબાની
                       તમે મહેરબાની
તો  તમારા કલાપે એક ગજરો થઈને
મને  ગૂંથાઈ  જાતાં  નહિ  વાર લાગે
                      નહિ  વાર લાગે

મારી જ મહેફીલમાં મારાથી દૂર રહી
નર્તન  કરો  છો  બીજા  કોઈ   સામે
તમારા આ નૂપુરનું                   
તમારા આ નૂપુરનું  ઘુંઘરું થઈને  મને
બંધાઈ   જાતાં   નહિ   વાર    લાગે
                       નહિ વાર લાગે

ચંપો     થઈને    તમારા    ચમનમાં
મનમાં  તમન્ના  છે  મહેકી   જવાની
                   અરે મહેકી જવાની
પણ તમારા                           
આ  ઘૂંઘટનો  એક   નિસાસો  થઈને
મને  રૂંધાઈ  જાતાં  નહિ  વાર  લાગે
                       નહિ વાર લાગે

અમે  દિલ  દીધું  તમે  દિલ  દઈ  દ્યો
નહિ દ્યો તો થાશે શું એ પણ કહી દઉં
કે  તમારા  આ  પાલવનો  છેડો થઈને
મને   ચૂંથાઈ  જાતાં   નહિ  વાર લાગે
નહિ   વાર   લાગે   નહિ  વાર  લાગે

તમારા  નયનમાં  એક  સ્વપ્નું   થઈને
મને  સંતાઈ  જાતાં  નહિ  વાર  લાગે

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
અરે ધુતારી શાને રહેતી રાત દી દુઃખ દેતી
થઈને પ્યારી ગિરધારીની તું કામણ કરતી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
પહેલા તો પળપળ તું કાના મારી સંગ સંગ રહેતો
શાને મોહન તેં…
જગજીવન તું ચિત્તને ગયો છે હરી
એક ઘડી પણ અળગી તું મને ન થાવા દેતો
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી મુરલી શું ગઈ તુંને કામણ કરી
જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
શાને મોહન તેં… જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
ભરમાવી ગઈ બંસરી તુંને પ્રેમની ભૂરકી નાખી
હવે બાકી શું જીવનમાં? ડૂબું હું જમના જળમાં કેશવ કેરા કાળજથી તું દૂર નહિ શકે મને રાખી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
ભલે જીતી તું હાર ભલે મારી થઈ મુરલી શું ગઈ તુંને કામણ કરી શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
શાને મોહન તેં…
ગીતઃ કેશવ રાઠોડ

સાસુ-નણંદ હવે કમ્પ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ, કે, નવલી વહુઆરુ પણ આવતાંની સાથે જ જો ભૂલી જાય મહિયરનું નામ નવલી, વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ઈચ્છે છે, ‘માઉસ’ બેયને કરડે, ‘કી-બોર્ડ’ પર હાથ જરા મૂકે તો ‘કી-બોર્ડ’ પણ સાસુ-નણંદનો હાથ મરડે. સાસુ-નણંદ હવે ‘ઈ-મેઈલ’માં મોકલે છે, ધમકીઓ રોજ રોજ એવી, દહેજમાં એક હજી કમ્યૂટર જોઈએ છે નહીંતર થશે જ જોવા જેવી. નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ‘ઈ-મેઈલ’માં ‘વાયરસ’ મોકલાવતી, ‘ઈ-કાર્ડ’માં ડ્રેક્યૂલા, બાબરિયો ભૂત એવાં દશ્યોથી બેયને ડરાવતી. સાસુ-નણંદ વળી ‘વોઈસમેલ’માં મોકલે ન સાંખી શકાય એવાં મેણાં, સાસુ-નણંદ અને વહુવારુ વચ્ચેના જન્મોથી કેવાં છે લેણાં! ‘ઈન્ટરનેટ ચૅટિંગ’માં સામસામી થાતી હોય સાસુ ને વહુની લડાઈ, જ્યાં લગી હૈયાવરાળ નહીં ફૂંકે ને ત્યાં લગી કેમ એ ધરાય? નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો મેસેજ છોડે છે કંઈક એવો,
પહેલાંનો ચીલો ચાતરવાનું બંધ કરી થોડીક તો લાગણીઓ સેવો. કમ્પ્યૂટર ઈચ્છે છે, આમની અથડામણમાં જાતે જ ‘કલોઝ’ થઈ જાવું, દાદા હો દીકરી ને સાસુ-નણંદના ઝઘડામાં નથી ફસાવું. ઝઘડામાં અમથું કંઈ નથી જોડાવું કે બીજું કંઈ નથી શું કામ? સાસુ-નણંદ હવે કમ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ.
ગીતઃ આશા પુરોહિત
જત લખવાનું જગદીશ્વરને
જગ મધેથી રે ખતમાં રે ખતમાં કિયો રે ખેપિયો ખોળે તુજને કઈ રે પૃથ્વીનાં પટમાં કે જત લખવાનું રે ખતમાં એ અગમ નિગમનું સરનામું તારું વનરા તે વનમાં કે જમુનાના તટમાં બેપત્તાનો મારે પત્તો રે લખવો ઘટમાં કે ઘૂંઘટમાં કે જત લખવાનું રે ખતમાં અરે મારે આ જોઈતું મારે તે જોઈતું તારું નામ તો મોટું પણ તને ક્યાં ગોતું ઘટ ઘટવાસીનું ફળ નાનું અલ્યા હાચું તો કહે ઈ હાચું કે ખોટું કઈ રે ભાષાનો તું ભગવંત મારો તને લખું રે ક્યા લખતમાં કે જત લખવાનું રે ખતમાં એઈરે...ગામ ગામ ને ધામ ધામ તારા મંદિરનાં મોટા રે બૂરજ કે તને ખબર શીદ પડે અમારો ઉગે ને આથમે ક્યારે સૂરજ કે તારે દ્વારે ડોલે ગજ ને શિખર પરે ફરકે રે ધ્વજ તારે અબજ પણ મારે કરજ કિરતાર કરું હું ક્યાં જઈ અરજ એઈરે.. આ જનમ જનમને ફેરે ફેર નહિ માનવ કે મરકટમાં કે જત લખવાનું રે ખતમાં અરે થોડું લખ્યું તમે ઝાઝું વાંચજો ને વખત મળે તો અહીં આવજો રે... લિખિતંગ લખતાં શાહી ખૂટી ગઈ એઈ લિખિતંગ લખતાં શાહી ખૂટી ગઈ રહ્યું ન કંઈ બચતમાં કે જત લખવાનું રે ખતમાં જત લખવાનું જગદીશ્વરને જગ મધેથી રે ખતમાં રે ખતમાં કિયો રે ખેપિયો ખોળે તુજને કઈ રે પૃથ્વીનાં પટમાં કે જત લખવાનું રે ખતમાં
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
એક વાર એકલામાં કીધું અડપલું
એ મબલખને મેળે ચઢ્યું યાદ
હોઠને તો માંડ કરી દાબી દીધાં
ત્યાં વળી આંખડીથી છલક્યો ઉન્માદ
થોડું થોડું છલકીને થોડી થોડી ધીર બનું
આછી આછી મલકીને પાછી ગંભીર બનું માંડ માંડ સંભાળું સાનભાન ત્યાં તો વળી
નિરખી નિરખીને લોક માહ્યોમાંહ્ય ટોળ કરે
સાંભરતો એ જ તારો સાદ! થોડું મરકીને નહિ નિરખ્યાનો ડોળ કરેભૂલવા ચહું છું તારાં અલ્લડ તોફાન ત્યારે સ્મરણો માંડે છે કેવો સ્વાદ!
ગીતઃ હરીન્દ્ર દવે
તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?
તું સિંદૂર મારી સેંથીનું, હું તારા સુખનું ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ
મેં પ્રીતની રીત અમર કરવા એક ઉરની આડે ભીંત ધરી
તેં કથીરને કંચન કરવા એક પારસ જેવી પ્રીત કરી
તું મીરા થઈને ઝેર પીએ
તેં પ્રીત કરી તો ત્યાગ કર્યો, હું ક્યાંથી રાઘવ રામ બનું?
શ્રદ્ધાથી તું શીશ ઝૂકાવે એવો ક્યાંથી શાલિગ્રામ બનું?
તું તરસ છીપાવે આંસુથી ને બળે સદાય જ્વાળામાં હું મારી મમતાનું મોતીડું ગૂંથી શકી તુજ માળામાં
તું સિંદૂર મારી સેંથીનું, હું તારા સુખનું ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?તું મીરા થઈને ઝેર પીએ
ગીતઃ કાંતિ-અશોક

Tuesday, August 18, 2015

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
મેઘને તે કેમ કરી આંજવો? હીંચકાની સાંકળમાં નેવાં છલે ને એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
મોર તોરણ આ ટહુકે આકાશને મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો? ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ કોરા આ તોરલ બોલાશને? સૂનાં તે ઓરડામાં કેમ કરી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને  છોગાળો એવો મુને આંતરે એમાં માટીનો તોર ક્યાંથી લાવવો? કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ ઘરમાં આવીને ગીત છેડજે!
કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી
        _ ભગવતીકુમાર શર્મા

હે પ્રીતમ, તું મારી પૂજા, હું ચરણોનું ફૂલ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
પંકજ ને પાણીની આ તો જનમજનમની માયા
મનનું માનસરોવર ઝીલે તારા રૂપની છાયા
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
તું પ્રીતનું પાનેતર, હું વરણાગી રંગીન ઝૂલ
તું અજવાળે અંતર, હું સુહાઉ તારું કુળ
મારા શ્વાસ તણી શેરીમાં તારું આવન જાવન
તારે પગલે  આ મનખાનું મંદીરિયું છે  પાવન
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
- કાંતિ અશોક
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
હે હે ચપટી નીંદર વીણવા અમે
ટેવનાં માર્યાં બોરડી કને ગયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી?
આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી પાસ પાસે અણસાર જેવું પણ
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં સખી મોર વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર!
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
કોણ જાણે પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી હે હે ચપટી નીંદર વીણવા અમે
ટેવનાં માર્યાં બોરડી કને ગયાં સખી

ગીતઃ રમેશ પારેખ
તારું તે  નામ લઈ   હૈયું  આ રાતદિન   મીઠેરી  વાંસળીને  વાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં  વળી  એવું શું થાય મને આજ
કે હોઠ નહિ ઉઘડે ને પાય નહિ ઉપડે ને મુખડે છવાઈ જાય લાજ

છાનેરી   વાતને   ચોરીછૂપીથી   રખે  વાયરોયે  સાંભળી   જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં   નીચા આ નેણ ઢળી જાય

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહિ શમણાંઓ શ્યામલ અંજાય
ચંચલ  સુગંધને  કૂણી  આ  પાંખડીમાં  કેમ  કરી  ઢાંકી  ઢંકાય?

પંખાળી  ફોરમને ઝાલી ઝલાય નહિ કોણ જાણે ક્યાંય ભળી જાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

-સુરેશ દલાલ  
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ
વરસું તો હું ભાદરવો...
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો...    
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
    - ભગવતીકુમાર શર્મા       
કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા સાથી તારો સત્ય હશે ને શૃંગાર મર્યાદા કુમકુમ પગલે જા વન પવન અને ગગન ખુશ છે ખુશ છે સારી ખુદાઈ પણ ફૂલો પૂછે છે બહેની કેમ થઈ શૂળદાયી? કેમ થઈ શૂળદાયી? સૌને જવાબ આપીશ હું તું તારે ખુશ થા કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા સૌના સુખનો સૂર બનીને જયજયવંતી થાજે આપને ભૂલી, બાપને ભૂલી રાગ ત્યાગનાં ગાજે રાગ ત્યાગનાં ગાજે શ્રદ્ધા છે મને પૂરેપૂરી શ્રદ્ધા થઈ જી જા મનુભાઈ દેસાઈ

પૂછો ના અમને પ્યારમાં શું શું થયું નથી
સોગન તમારા કાંઈ પણ બાકી રહ્યું નથી
એ તો બતાવો કોણ એ રસ્તે ગયું નથી
નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે આઘાત છે કે ધૈર્ય છે એની નથી ખબર
એવું કયું છે દર્દ જે એણે સહ્યું નથી
મારાં નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી
ઉપચારકોને છોડો ‘અમર’ને જઈ મળો

- અમર પાલનપુરી