વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલબીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળવરસું તો હું ભાદરવો...મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળવરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.વરસું તો હું ભાદરવો...મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
- ભગવતીકુમાર શર્મા

No comments:
Post a Comment