Tuesday, February 17, 2015

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ, 
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ,
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત,
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ,
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે, કોણ જાત ને કોમ,
ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
અણકીધાં કરવાના કોડે, અધુંરાં પૂરાં થાય,
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય,
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલગુજરાત


मां को समर्पित एक कवित।
लेती नहीं दवाई मम्मी ,
जोड़े पाई-पाई मम्मी ।
दुःख थे पर्वत, राई मम्मी
हारी नहीं लड़ाई मम्मी ।
इस दुनियां में सब मैले हैं
किस दुनियां से आई मम्मी ।
दुनिया के सब रिश्ते ठंडे
गरमागर्म रजाई मम्मी ।
जब भी कोई रिश्ता उधड़े
करती है तुरपाई मम्मी ।
बाबू जी तनख़ा लाये बस
लेकिन बरक़त लाई मम्मी ।
बाबूजी थे सख्त मगर ,
माखन और मलाई मम्मी ।
बाबूजी के पाँव दबा कर
सब तीरथ हो आई मम्मी ।
नाम सभी हैं गुड़ से मीठे
मां जी, मैया, माई, मम्मी ।
सभी साड़ियाँ छीज गई थीं
मगर नहीं कह पाई मम्मी ।
मम्मी से थोड़ी - थोड़ी
सबने रोज़ चुराई मम्मी ।
घर में चूल्हे मत बाँटो रे
देती रही दुहाई मम्मी ।
बाबूजी बीमार पड़े जब
साथ-साथ मुरझाई मम्मी ।
रोती है लेकिन छुप-छुप कर
बड़े सब्र की जाई मम्मी ।
लड़ते-लड़ते, सहते-सहते,
रह गई एक तिहाई मम्मी ।
बेटी की ससुराल रहे खुश
सब ज़ेवर दे आई मम्मी ।
मम्मी से घर, घर लगता है
घर में घुली, समाई मम्मी ।
बेटे की कुर्सी है ऊँची,
पर उसकी ऊँचाई मम्मी ।
दर्द बड़ा हो या छोटा हो
याद हमेशा आई मम्मी ।
घर के शगुन सभी मम्मी से,
है घर की शहनाई मम्मी ।
सभी पराये हो जाते हैं,
होती नहीं पराई मम्मी..

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo
એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo
-- દયારામ
પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’
ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
- ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્હાડે યે શું ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કુજન કુમળું આ મિઠું શ્રોત્ર ભરવા.’
‘એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’
‘તો યે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયૂં : પાયાં જિગર જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં.

---: બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

લખ્યું તેં પત્રમાં પ્યારા નથી સત્કાર મેં કીધો
ખબર વિવેકની મુજને નથી તો તું ક્ષમા કરજે
અહો સત્સ્નેહને અંગે સુહ્રદ એ બોલવું છાજે
ચહે જો પ્રેમ આદરને, નહિ એ પ્રેમ પ્રેમીનો
અખંડિત પ્રેમને બંધો, જરૂર શી હોય આદરની
પધારો, આવજો, બેસો, વૃથા એ વાદ શા સારૂં
હ્રદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માંગ્યો
નયનસત્કાર નવ ઈચ્છે વદનસત્કાર શાને તો
વિનય રસના તણો એવો બતાવે પ્રેમમાં ખામી
પ્રપંચી કાજ રે'વા દ્યો, ન ઈચ્છે પ્રેમના પાત્રો
હસે દિલ પ્રેમનાં ભરીયાં રહે જુદા છતાં સંગે
વિનય સત્કારને એમાં નથી અવકાશ મળવાનો
પધારો એમ કે'વાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શાનાં, અનાદર પ્રેમીને શાનો
મળ્યાં છે ચિત્ત વિણ યત્ને શરીર તો જોડવા છે ક્યાં
કરે કર આપવો શાનો, મને મન જ્યાં મળેલા છે
સુહ્રદનું આગમન થાતાં, ઉઠે સત્કાર કરવાને
અરે એ તો જનો જૂઠાં, ખરેખર બાહ્યપ્રેમી તે
ભલે એ થીગડાં દેવાં હજો અતિ ઈષ્ટ શિષ્ટોને
સ્પૃહા સત્પ્રેમના ભોગી જનો તેની નહિ રાખે
વિનયની પૂરણી માંગે અધુરી એટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-- : દામોદર બોટાદકર

Sunday, February 8, 2015

મારા ભોળા દિલનો
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીનેમારા ભોળા દિલનો
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી જો/દો,
કંઇ ભૂલ હો મારી તો એને માફ કરી દો
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીનેમારા ભોળા દિલનો
એક બોલ પર એના મેં મારી જીંદગી વારી,
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
આ જોઇનેને રોઇને દિલ મારું કહે છે,
શું પામ્યું/(તુફાનો કહો?) જીંદગી ભર આહ ભરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને
છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે,
બંને દિલોના મળવા, હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલાઇ ગયાં જોયું ના ફરીને
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીનેમારા ભોળા દિલનો

અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં,છુપાયો છે છૂપી રીતે જગત-કિરતાર આંસુમાં
કહીં આનંદથી ઊભરેકહીં પર શોકથી વહેતાં,તરે છે ને ડૂબે છે આ સકળ સંસાર આંસુમાં
ભૂમિઆકાશ ને પાતાળમાં પણ ધૂમ છે એની,ખબર નહોતી હશે આવી અસર બે-ચાર આંસુમાં
હજારો આશ અંતરની વસી છે બુંદ પાણીમાં,હું એનો આ જ શોધું છું ડૂબીને સાર આંસુમાં
હ્રદય જે બાર આવે છે હશે એમાં હ્રદયમૂર્તિ,જરા તું ધ્યાનથી જો તો ખરો પળવાર આંસુમાં
વ્યથા એને ન થાયે એ જ ચિંતા થાય છે એથી,હ્રદયનો શોક ચમકે છે બની શણગાર આંસુમાં
લડે છે હર ઘડી આશા નિરાશા મુજ હ્રદયમાંહી,કરે છે બાર આવીને પરસ્પર પ્યાર આંસુમાં
નથી નિશ્વાસમાં શયદા’ નથી મારા તડપવામાં,કથા મારા જીવનની છે ફક્ત બે-ચાર આંસુમાં

- ‘શયદા
જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે
હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે
વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે
કિનારેથી શું કરી કિનારો વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા, ભલે તુફાનો હજાર આવે
ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે
જરૂર આવીશકહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે
સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે? વિચાર જાયે વિચાર આવે
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે
હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે શયદાઉંબરમાં, આવી ન જાય ઘરમાં ન બાર આવે

- ‘શયદા