Sunday, October 23, 2016

ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં
ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં
આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં

ઉદયન ઠક્કર.....
હરિ પધાર્યા મારે ઘેર
આવોકહુ એ પહેલા બોલ્યા , લે મારુ આલિંગન પહેર
જ્રરક હુ શરમાઇ ગઈને લગીર આઘે ભાગી
કદી નહીને આજ પવનની પગને ઠોકર વાગી
પડતાં પડતાં બચી હરિએ જાલી મારી કેડહરિ પધાર્યા મારે ઘેર
શેનાથી હુ કરુ સ્વાગતા દડદ્ડ ઝરતાં નેણ
હરિ જ મારુ સ્વાગત કરતાં બોલ્યા મીઠાં વેણ
જો તારા માટે લાવ્યો છુ હુ વેણીની સેર..
હરિ પધાર્યા મારે ઘેર
પછી હરિએ આંખ વચાળે બેસાડી તે બેઠી
પછી હરી તો ગયા કરીને અડધી પડધી એઠી
રાજ્મહેલ શી ભવ્ય થઈ ગઈ કાલ હતી ખંડેર.. હરિ પધાર્યા મારે ઘેર


મુકેશ જોશી
લીલાછ્મ પાંદડાએ મલકાતા મલકાતા માંડી એક અચરજની વાત
ધરતીને સીમમાં જોઈ એક્લીને એને બાઝી પડ્યો રે વરસાદ
પહેલા ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમા દીધી કઈ ફૂંક
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂક
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ
ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઈને નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામા આભ જરી નીચે ઝુક્યુ અને ધરતીને ચુમી લિધી એક શ્વાસે
ધરતી ને તરણાઓ ફૂટશેના વાવડથી આભલામા જાગ્યો ઉન્માદ


મુકેશ જોશી
મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ
મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ
મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડમા મને ક્ક્કો શીખવાડ
મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડમા મને ક્ક્કો શીખવાડ
સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા ાઆવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ


મુકેશ જોશી
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠીતી પણ ટાંક્યુ ઝીણું મોતી
મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
સાજન મારો
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો

મુકેશ જોશી