Wednesday, April 26, 2017

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.
સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
SMS કરવાનું ….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો
SMS કરવાનું ….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.

ભાગ્યેશ જહા

બાસમતી ચોખાની મીઠી સુગંધ સમુ ફરતુ રસોડામાં કોઈ
કૂકરની સીટીમા વ્હાલની સિસોટીને સાંભળીને શરમાતુ કોઈ
ચાંદનીને રેડીને લોટ કોઈ બાંધેને થાળીમાં ાઅજવાળુ થાય
ાઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો ાઆખોય ચંદ્રમા વણાય
દાજી ના જાય ચુલે ાએકે સબંધ ાએમ પળપળને સાચવતુ કોઈ
ાઆખુ ાઆકાશ જાણે જમવા પધારવાનુ હૈયામાં એવો તહેવાર
ૂઉનાળે બાફીને ાઅથવા ચોમાસામાં સ્મિત મૂકી થાતો વઘાર
જીવતરની મોસમને ભાણામાં પીરસીને ાઅંદરથી ગભરાતુ કોઈ

મુકેશ જોષી 
ફુંક મારું તો ઊડી જાય પથ્થર
વેણ બોલું તો ઢોળાય અત્તર
     
સાત સપનાનુ આભ મારી પાસે
      
હું તો નિકળેલી મોજના પ્રવાસે
મારી ડેલિયૂમા ઉગે પતાસા
ચાંદ રોજ મને મોકલાવે જાસા
શ્વેત અજવાળા પાથરું અમાસે…….હું તો
કદી વાયરાને પાલવમાં બાંધુ
હુ તો માણસને માણસથી સાંધુ
નથી બારણું કે કોઇ મને વાસે…….હું તો
ભલે સુરજ હો ધરતીનો ભાયડો
કદી માગે તો આપું હું છાંયડો
આમ તડ્કા પી જાઉ એક શ્વાસે….. હું તો
જેના ખભ્ભા પર મોતીયોનો થેલો
એજ દરિયો બે આંખમાં ડૂબેલો
કોણ આંસુ કે મોતી તપાસે…….હું તો….


મુકેશ જોષી 

Wednesday, April 5, 2017

જ્પુ તો જપુ કૃષ્ણના નામ જાપો
હવે આ નયનમાં ફકત કૃષ્ણ વ્યાપો
મળે વાંસળી સુર એકાદ રાતો
અને કૃષ્ણની સાથ હો જન્મનાતો

બધી વાતનું કૃષ્ણ હો મધ્યબિંદુ
બધી ય તરફ કૃષ્ણનો પ્રેમસિંધુ
બધા શ્વાસ લખવા હવે કૃષ્ણ નામે
અને કૃષ્ણનું  સ્મિત હો આંખ સામે

ધરુ તો જીવન કૃષ્ણના એ ચરણમાં
હજો કૃષ્ણનું નામ હોઠે મરણમાં
મરીને પછી પણ જવું કૃષ્ણ પાસે
અને જાય જીવન ફકત કૃષ્ણ આશે


મુકેશ જોષી 
છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!
ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!
ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!

જંગલને યાદ નથી કરવું વાલમજી !
ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.
પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.

મનોજ ખંડેરિયા