' હરિએ પાડી ભાત... '
હરિએ એવી પાડી ભાત...
કે મારા લહેરણીયામાં રંગ રંગનું ઊઘડ્યું છે પરભાત....
શરમ વછોયા નેણ ને તોયે હોઠને ભીડી હાલું ,
અંતરની મરજાદા મેલી હાથ હરિનો ઝાલું ,
કમળ પાંદડી ખૂલતી એવી રાતા ફૂલની જાત....
હરિએ એવી પાડી ભાત....
એક બોલમાં દોડી જઈને વગડો વીંધી હાલું ,
ઝાંઝરના ઝણકારે હું તો થનગન કરતી મ્હાલું ,
અમૃત કૂપ છલકતો એવો જાણે પૂનમ રાત ....
હરિએ એવી પાડી ભાત....