Sunday, August 23, 2015

અરે ધુતારી શાને રહેતી રાત દી દુઃખ દેતી
થઈને પ્યારી ગિરધારીની તું કામણ કરતી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
પહેલા તો પળપળ તું કાના મારી સંગ સંગ રહેતો
શાને મોહન તેં…
જગજીવન તું ચિત્તને ગયો છે હરી
એક ઘડી પણ અળગી તું મને ન થાવા દેતો
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી મુરલી શું ગઈ તુંને કામણ કરી
જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
શાને મોહન તેં… જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
ભરમાવી ગઈ બંસરી તુંને પ્રેમની ભૂરકી નાખી
હવે બાકી શું જીવનમાં? ડૂબું હું જમના જળમાં કેશવ કેરા કાળજથી તું દૂર નહિ શકે મને રાખી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
ભલે જીતી તું હાર ભલે મારી થઈ મુરલી શું ગઈ તુંને કામણ કરી શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
શાને મોહન તેં…
ગીતઃ કેશવ રાઠોડ

No comments:

Post a Comment