Sunday, August 23, 2015

તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?
તું સિંદૂર મારી સેંથીનું, હું તારા સુખનું ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ
મેં પ્રીતની રીત અમર કરવા એક ઉરની આડે ભીંત ધરી
તેં કથીરને કંચન કરવા એક પારસ જેવી પ્રીત કરી
તું મીરા થઈને ઝેર પીએ
તેં પ્રીત કરી તો ત્યાગ કર્યો, હું ક્યાંથી રાઘવ રામ બનું?
શ્રદ્ધાથી તું શીશ ઝૂકાવે એવો ક્યાંથી શાલિગ્રામ બનું?
તું તરસ છીપાવે આંસુથી ને બળે સદાય જ્વાળામાં હું મારી મમતાનું મોતીડું ગૂંથી શકી તુજ માળામાં
તું સિંદૂર મારી સેંથીનું, હું તારા સુખનું ધામ બનું!
તું મીરા થઈને ઝેર પીએ તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?તું મીરા થઈને ઝેર પીએ
ગીતઃ કાંતિ-અશોક

No comments:

Post a Comment