Sunday, August 23, 2015

એક વાર એકલામાં કીધું અડપલું
એ મબલખને મેળે ચઢ્યું યાદ
હોઠને તો માંડ કરી દાબી દીધાં
ત્યાં વળી આંખડીથી છલક્યો ઉન્માદ
થોડું થોડું છલકીને થોડી થોડી ધીર બનું
આછી આછી મલકીને પાછી ગંભીર બનું માંડ માંડ સંભાળું સાનભાન ત્યાં તો વળી
નિરખી નિરખીને લોક માહ્યોમાંહ્ય ટોળ કરે
સાંભરતો એ જ તારો સાદ! થોડું મરકીને નહિ નિરખ્યાનો ડોળ કરેભૂલવા ચહું છું તારાં અલ્લડ તોફાન ત્યારે સ્મરણો માંડે છે કેવો સ્વાદ!
ગીતઃ હરીન્દ્ર દવે

No comments:

Post a Comment