Sunday, August 23, 2015

જત લખવાનું જગદીશ્વરને
જગ મધેથી રે ખતમાં રે ખતમાં કિયો રે ખેપિયો ખોળે તુજને કઈ રે પૃથ્વીનાં પટમાં કે જત લખવાનું રે ખતમાં એ અગમ નિગમનું સરનામું તારું વનરા તે વનમાં કે જમુનાના તટમાં બેપત્તાનો મારે પત્તો રે લખવો ઘટમાં કે ઘૂંઘટમાં કે જત લખવાનું રે ખતમાં અરે મારે આ જોઈતું મારે તે જોઈતું તારું નામ તો મોટું પણ તને ક્યાં ગોતું ઘટ ઘટવાસીનું ફળ નાનું અલ્યા હાચું તો કહે ઈ હાચું કે ખોટું કઈ રે ભાષાનો તું ભગવંત મારો તને લખું રે ક્યા લખતમાં કે જત લખવાનું રે ખતમાં એઈરે...ગામ ગામ ને ધામ ધામ તારા મંદિરનાં મોટા રે બૂરજ કે તને ખબર શીદ પડે અમારો ઉગે ને આથમે ક્યારે સૂરજ કે તારે દ્વારે ડોલે ગજ ને શિખર પરે ફરકે રે ધ્વજ તારે અબજ પણ મારે કરજ કિરતાર કરું હું ક્યાં જઈ અરજ એઈરે.. આ જનમ જનમને ફેરે ફેર નહિ માનવ કે મરકટમાં કે જત લખવાનું રે ખતમાં અરે થોડું લખ્યું તમે ઝાઝું વાંચજો ને વખત મળે તો અહીં આવજો રે... લિખિતંગ લખતાં શાહી ખૂટી ગઈ એઈ લિખિતંગ લખતાં શાહી ખૂટી ગઈ રહ્યું ન કંઈ બચતમાં કે જત લખવાનું રે ખતમાં જત લખવાનું જગદીશ્વરને જગ મધેથી રે ખતમાં રે ખતમાં કિયો રે ખેપિયો ખોળે તુજને કઈ રે પૃથ્વીનાં પટમાં કે જત લખવાનું રે ખતમાં
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

No comments:

Post a Comment