શાંત ઝરૂખે વાટ નિરખતીરૂપની રાણી જોઈ હતીમેં એક શેહઝાદી જોઈ હતીએની આંખનું કાજળ હસતુ’તુંએના હાથની મહેંદી હસતી’તીમોસમ જોઈ વિકસતુ’તુંએક નાનું સરખું ઉપવન જાણેએની ચુપકીદી સંગીત હતીએના સ્મિતમાં સો સો ગીત હતા એને પડછાયાની હતી લગનએક સ્વપ્નમહલ શણગાર્યો’તોએને પગરવ સાથે પ્રીત હતી એણે આંખના આસોપાલવથી જરા નજરને નીચી રાખીનેને પવનની જેમ લહેરાતી’તીએણે સમયને રોકી રાખ્યો’તો એ મોજાં જેમ ઉછળતી’તી કોઈ હસીને સામે આવે તોએના પ્રેમમાં ભાગીદાર થવાબહુ પ્યારભર્યું શરમાતી’તી તેને યૌવનની આશિષ હતી એને સર્વ બલાઓ દૂર હતી ખુદ કુદરત પણ આતુર હતીત્યાં સ્વપ્નાઓના મહેલ નથી* * * વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે ત્યાં ગીત નથી સંગીત નથી ત્યાં પગરવ સાથે પ્રીત નથીએ ન્હોતી મારી પ્રેમિકાને ઉર્મિઓના ખેલ નથી બહુ સૂનું સૂનું લાગે છે બહુ વસમું વસમું લાગે છે કે ન્હોતી મારી દુલ્હનએમ છતાંયે દિલને આજેમેં તો એને માત્ર ઝરૂખે વાટ નિરખતી જોઈ હતી કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું વસમું વસમું લાગે છેબહુ સૂનું સૂનું લાગે છે
Saturday, September 12, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment