Sunday, September 27, 2015

આપણું તો એવું કે વરસે તે વાદળી ને છલકે તે નેવું ...
ગામવટો પામ્યાને વરસો વીત્યાં ને તોય માલીપા ખેતરના ચાસ 
પગમાં વીંટાતી હજી કેડીઓ ને સીમ : મારાં રોમ રોમ શેઢાનું ઘાસ 
અષાઢી માટી શું મહેકે છે મન: હવે ઝાઝું શું કહેવું ?
આપણું તો એવું...
શ્રાવણનો તડકો જ્યાં ક્યારીમાં ન્હાય:દુર ઘાસભરી ટેકરીઓ ચરતી 
રહી રહીને વરસે છે ઝાડવાં ને-કન્યાની જેમ બધે ધરતી ઊછરતી
સુંવાળા વાયરાની જેમ મને જગવે છે વેળાના વ્હેળાનું વહેવું 
આપણું તો એવું...

-
મણિલાલ હ .પટેલ

No comments:

Post a Comment