Saturday, September 12, 2015

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                             
                                                                                               

હૈયું   ઘેલું  હાથ  રહે  ના   રહે  ના મારા કે'ણે,
ઘડી ઘડી એ  ગૂંજી રહે  છે  એક જ તારા  વેણે.

શેણે?    તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                 

ઘટા પ્રેમની છટાભરી  જો સજની આજ છવાઈ,
મનના  મોરો  ટહુકી  દેતા  આજે  એક  વધાઈ.

તું એ હું, હું એ તુ     

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                 

પ્રીત તણી  ઓ  પ્રીતમ  તારી  મધુરી  વીણા વાગી,
ઝનનઝનન મુજ ઝાંઝર ઝમક્યાં દિલડું બોલે જાગી.

શું?      તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                                     

ગીતઃ પ્રહ્લાદ પારેખ

No comments:

Post a Comment