Saturday, September 12, 2015

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું
એટલે મૃત્યુને આધિન છેવટે થાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
ગીત ના ગાઈ શક્યો ને સાજ પણ તૂટી ગયું
એટલે આંસુ વહાવી દિલને બહેલાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
કે વરસતા વાદળા જેવા બધા મિત્રો મળ્યા
પ્યાસ મારી ના બૂઝી નાહકનું ભીંજાવું પડ્યું
જિંદગીના હર કદમ પર...
જોઈ દશા કૈલાસની કુદરતને શરમાવું પડ્યુ
જે રીતે આંધી ઊઠી થઈને કફન બેસી ગઈ
રચનાઃ કૈલાસ પંડિત

No comments:

Post a Comment