Tuesday, November 10, 2015

સાહ્યબા સંગે :
ઝણકતા ઝાંઝરનું જોબન મને દઈ દે,
ખુલતાં કમાડે પડતી નજર્યું મને દઈ દે,
વરસતા મેઘમાં નીતરતી ઓઢણી ને,
ઉભરતું યૌવન ને મલકાટ મને દઈ દે;
સીદ ને છુપાવું મારું ઘેલું જોબનીયું,
સીદ ને સંકોરું મારી કાયા ને કંચુકી,
ઓઢેલી ઓઢણી ઉડતી રોકાય નહી,
નિર્લજ્જ પનઘટની વાટ મને દઈ દે;
હૈયે હિલોળા ‘ને પ્રેમ ઘણો ઉભરે,
આંખે ઉલાળા ‘ને નેણથી રંગ નીતરે,
લહેરણિયું લાલ,‘ને ઘમ્મર છે ચાલ,
સોનેરી ઘાઘરો ‘ને ચોળી મને દઈ દે;
વણબોલ્યા હોઠેથી કરતી હું વાત,
ભલે ને કરતી મારી સખીયો પંચાત,
છાનું રે છપનું કઈં કર્યું કરાય નહી,
વાલમને ચૂમવાની રાત મને દઈ દે;
હૈયાના હિંડોળે ઝૂલે રે મારો સાહ્યબો,
જોબનના ઉલાળે હસે રે મારો સાહ્યબો,
લહેરિયું લાલ ને ઘમ્મર વલોણી ચાલ,
નખરાળાં નયને એનો વાસ મને દઈ દે.
~ જનક મ દેસાઈ

1 comment: