આંગળીના ટેરવાંને કંકુમાં બોળીને પૂજ્યા હશે જ એણે ગોરમા,
પંદરમું સ્હેજ એને પૂરું થયું ને ત્યાં જ સાજન મળ્યો છે એને સોળમાં.
રાતાંચોળ સપનાં તો ઘરચોળાં થઈને લ્યો ઘેરવા લાગ્યાં છે આંખમાં,
પોતાનું આભ એણે શોધી લીધું છે, અને યૌવન ખીલ્યું છે એની પાંખમાં.
છુપ્વ્યું છુપાય નહિ ખીલતું આ રૂપ, ભલે સંતાડ્યું પાલવની સોડમાં,
- પંદરમું સહેજ એને પૂરું થયું ને ત્યાં જ સાજન મળ્યો છે એને સોળમાં.
પાંચીકા-પગથિયા રમવાનું બંધ, એ તો આખી તે રાત હવે જાગતી,
એક એક ધબકારે સાજનનું નામ એ તો રટતી ને તોય નથી થાકતી.
વહેતા પવન સંગ વાતો કરે ને વળી વહેતી નદીના હિલ્લોળમાં,
આંગળીના ટેરવાને કંકુમાં બોળીને પૂજ્ય હશે જ એણે ગોરમા,
- પંદરમું સ્હેજ એને પૂરું થયું ને ત્યાં જ સાજન મળ્યો છે એને સોળમાં.
- આશા પુરોહિત

No comments:
Post a Comment