એમ
થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે…
ક્યાં
એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે…
ફુલ
શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે…
એ તો
દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે…
ભૂલી
ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે…
- હેમંત પુણેકર
No comments:
Post a Comment