આપને
ભીંજાવવાના કોડ છે,
વાદળોમાં વરસવાની હોડ છે…
આ પવન
લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?
સૂર્યને
પણ એક દિન પડકારશું,
કોડિયાને કેવાકેવા કોડ છે…
લાગે
છે આગળ હવે રસ્તો નથી,
જીંદગીનો આ તે કેવો મોડ છે?
ઠોકરો
ખાઈ શીખેલો કાચ છું,
તડથી બચવાની કલા તડજોડ છે…
- હેમંત પુણેકર
No comments:
Post a Comment