Monday, June 30, 2014

નીરખીને જોયું તો કાન સાવ કાળો
થઈ ગઈ છે પ્રીત હવે શું કરવો ટાળો…

એની તે ચાહ વાલા રેતીના ચીતર,
ઠરીને ઠામ ક્યાંય થાયે ના ભીતર,
દઈ બેઠા દિલ પછી શું રે દાખવવું
હવે મેડી મળે કે પછી માળો…. નીરખીને જોયું તો…

ગોકુળની ગલીઓમાં એવું સૌ ઈચ્છે,
આવીને માધવ આ આંસૂડા લૂછે,
ઠેર ઠેર નોંધાવી ફરિયાદું નાથ તારી,
કે ગોવિંદને પકડી લ્યો ગમે ન્યાં ભાળો… નીરખીને જોયું તો….

ત્રિલોકે તડપાવી તાપ બહુ દીધા
આયખા બાળીને ખાખ સાવ કીધા,
ઝુરે છે શ્વાસ હજુ અટકળમાં એની
સખી ૧ કરશોમાં કોઈ આવો ચાળો…. નીરખીને જોયું તો…..

 – દિનેશ માવલ

No comments:

Post a Comment