Sunday, June 29, 2014

આષાઢી સ્હાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડમ્બર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌ'કા બોલે,
ટૌ'કા બોલે, ધીરી ઢેલડ ડોલે:
-આષાઢી .

ગરવા ગોવાળીઆના પાવા વાગે,
પાવા વાગે,સૂતી ગોપી જાગે:
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે:
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !

ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment