સુખના રંગો મેં તો વેર્યા આકાશમાં,
રંગોના મેઘ કેવા વરસ્યા રે લોલ..
એક એક બુંદ કેવી વરસે આનંદ ભરી,
શીતળ, ફુલડાં શી મહેકતી રે લોલ...
જીવન રંગાઈ ગયું મેઘધનુષી રંગમાં,
સઘળાં રંગો કેવા દીપી ઉઠ્યાં રે લોલ,
આતમનું પોત ભલે રંગવિહીન શ્વેત હો,
પાલવ રંગરંગીન ઓઢીયો રે લોલ....🌹
દુઃખને દાટી ને મેં તો વાવી વેલ સુખની,
અશ્રુ, મશરૂ થી એને સિંચી રે લોલ,
હૈયાનું હેત ને પ્રેમ ઉર રેડિયાં,
જીવનનું દિવ્ય નૂર ચમકી ઉઠ્યું રે લોલ...🌹
સુખ દુઃખના કેવા કરવાં હિસાબ સખી,
દુઃખને જ માની સુખ, વહેવું રે લોલ,
પ્રેમ જ રહે સદા સર્વદા શોભા્યમાન,
" મૈનાકી " યત્ર તત્ર મહેકે રે લોલ.....
.
No comments:
Post a Comment