ઉનાળો
ફેલાતો જાય…
માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ

હોઠમાંથી
ખરી પડ્યું પાણીનું ભાન અને વસ્યું એક ઝાંઝવાનું ગામ,
નહીંને જો ઓચિંતો આવે વરસાદ તો તો પડી જાય રૂંવેરૂંવે ડામ,
પારધીના હાથમાંથી છૂટેલી હોય તેવી લૂથી તો પથ્થરો વીંધાય
ઉનાળો ફેલાતો જાય…

તરસો
લીલોતરી પીવાની ઝાળઝાળ લાગી કે કોણ અહીં પાશે?
તૂટ્યા સંબંધ યાદ આવે કદીક એવી ખાલીખમ પરબો પણ ક્યાં છે?
બે’ક ટીંપા રડવું આવ્યું છે મને – એવી હું અફવા ફેલાવું પણ, હાય…
ઉનાળો ફેલાતો જાય…
તૂટ્યા સંબંધ યાદ આવે કદીક એવી ખાલીખમ પરબો પણ ક્યાં છે?
બે’ક ટીંપા રડવું આવ્યું છે મને – એવી હું અફવા ફેલાવું પણ, હાય…
ઉનાળો ફેલાતો જાય…
– રમેશ
પારેખ
No comments:
Post a Comment