સાગર માં નાવ મારી સરરર જાય કાંઠે
ઉભા ઝાડ કેવાં નાના નાના થાય
ઉપર આકાશ કેવું વિશાળ દેખાય નીચે
કાળા કાળા પાણી જોયા નવ જાય ...સાગર
દુર દુર પંખીઓનો કલરવ થાય
સમીર ની મંદ મંદ વાંસલડી વાય
.....સાગર
સફેદ સઢમાં કેવો પવન ભરાય
હલેસા મારું તો નાવ દોડી દોડી જાય
.... સાગર
તોફાનમાં નાવ મારી ડગમગ થાય
પ્રભુને સ્મરુ તો નાવ દોડી દોડી જાય
.........સાગર
No comments:
Post a Comment