બિલ્લી વાઘ તણી માસી જોઇને
ઉન્દર જાય નાસી
ચામડી ઉપર ચટ્ટાપટ્ટા ને પૂંછડી પટપટ
થાય
ખૂણા વચાળે ખોળી ખોળીને ઝડપી ઉન્દર
ખાય ..... બિલ્લી
ભુરે ડૉળે ભલુ ભાળતી જબ અંધારુ ઘોર
એક જ ઘરમાં ગોઠે નહીં એ આખા ગામની
ચોર ..... બિલ્લી
જીભ વતી પાણી એ પીતી આંખો મીંચી ખાય
કુતરું એનો કાળ જ માટે દેખી નાસી જાય ..... બિલ્લી
No comments:
Post a Comment