મીરાં થઈને થન થન
નાચું,થઇ ગોપી ગંભીર,
શબરી થઈને શમણે રાચું, કદીક મળે રઘુવીર.
મીરાં થઈને થન થન નાચું.
મન મારું છે વનરાવન ને ઝેરકટોરો માયા.
વળગણ જ્યાં માયાનું છૂટ્યું,ભાગ્યા ભ્રમઓછાયા.
સુરતાની ખખડી જ્યાં સાંકળ, સમજી પળમાં સાચું,
મીરાં થઈને થન થન નાચું.
આકળવિકળ મન આ મારું, જળ જમનામાં ન્હાતું.
કદીક ગાયની ગોધૂલીમાં, આળોટું એમ થાતું .
શબદ એકમાં સમજાયું ભૈ, રામરટણ છે સાચું .
મીરાં થઈને થન થન નાચું.
-ચંદ્રકાંત આર.જોશી 'પ્રસુન'
શબરી થઈને શમણે રાચું, કદીક મળે રઘુવીર.
મીરાં થઈને થન થન નાચું.
મન મારું છે વનરાવન ને ઝેરકટોરો માયા.
વળગણ જ્યાં માયાનું છૂટ્યું,ભાગ્યા ભ્રમઓછાયા.
સુરતાની ખખડી જ્યાં સાંકળ, સમજી પળમાં સાચું,
મીરાં થઈને થન થન નાચું.
આકળવિકળ મન આ મારું, જળ જમનામાં ન્હાતું.
કદીક ગાયની ગોધૂલીમાં, આળોટું એમ થાતું .
શબદ એકમાં સમજાયું ભૈ, રામરટણ છે સાચું .
મીરાં થઈને થન થન નાચું.
-ચંદ્રકાંત આર.જોશી 'પ્રસુન'
No comments:
Post a Comment