Friday, June 27, 2014

પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.

કોઈ અમારાં કંઠે મીઠાં ગીત મૂકે છે જેમ
ફૂલ ફૂલ પર રંગ રંગની ભાત ભરે છે એમ

ઝરમરતાં ટીપાં તો આખા વાદળની સોગાત ધરે છે.
પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે.

ક્યાંક ખીલ્યાં છે ફૂલ હસે છે વગડો જોને આખો
ગીત ગાય છે ઝરણાં જોને પંખી ખોલે પાંખો

ચાંદલિયાની ટોળી સહુને નવતર નવતર વાત કહે છે.
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.

– ધ્રુવ ભટ્ટ

No comments:

Post a Comment