નયનને બંધ રાખીને મે જયારે તમને જોયાં છે
- તમે છો એના કરતા પણ વધારે તમને જોયાં છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
- નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
- ખુલી આંખે મે મારા ઘરનાં દ્રારે તમને જોયાં છે
નહિં તો આવી રીતે તો તરે નહિં લાશ દરિયામાં
- મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે
ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકુ છું,
- હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયાં છે.
નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
- ખબર છે એ જ કે મનનાં મુંઝારે તમને જોયાં છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
- એ સાચું છે અમે એના મઝારે[૩] તમને જોયાં છે.
- બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment