ઢળતા
સૂરજની સંધ્યા કોને ન ગમે,
રેલાતા એ રંગોની મોહકતા કોને ન ગમે…
રેલાતા એ રંગોની મોહકતા કોને ન ગમે…
પણ
મળી જાય જો તેમાં સાનિધ્ય તારુ,
તો એ રંગોની સુંદરતા મને વધુ ગમે…
તો એ રંગોની સુંદરતા મને વધુ ગમે…
વરસાદી
હવાની માદકતા કોને ન ગમે,
તેના સ્પર્શની એ નજાકતતા કોને ન ગમે…
તેના સ્પર્શની એ નજાકતતા કોને ન ગમે…
પણ જો
હોય હાથ મારો તારા હાથમાં,
તો એ ક્ષણની સ્થગિતતા મને વધુ ગમે…
તો એ ક્ષણની સ્થગિતતા મને વધુ ગમે…
તન-મનને
ભીંજવતો આ વરસાદ મને ગમે,
પ્રબળતાથી આકર્ષતો દરિયો મને ગમે…
પ્રબળતાથી આકર્ષતો દરિયો મને ગમે…
દરિયાનું
વશીકરણ મૌન બનાવી દે મને,
પણ મારા એ મૌનને સાંભળનાર તું મને વધુ ગમે…
પણ મારા એ મૌનને સાંભળનાર તું મને વધુ ગમે…
unknown
No comments:
Post a Comment