કોઈ
સમયના વચગાળામાં,
શબ્દો જન્મ્યા પરવાળામાં…
બરફ
ક્ષણોનો પીગળ્યો ક્યારે,
પાણી છલક્યાં ગરનાળામાં…
ઉત્તર
રૂપે આવ્યો છું હું,
તેજ-તિમિરના સરવાળામાં…
ક્ષિતિજ
વિશે હું ઘરમાં શું કહું?
આવો બા’રા અજવાળામાં…
અંતે
સોનલ સપનાં ટહુક્યાં,
ફૂલો બેઠાં ગરમાળામાં…
– મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment