Sunday, July 20, 2014

મારા મનોભાવો

મારા મનોભાવો


તા.૧૦/૦૨/૨૦૧૪ થી મારા રુમ મા જ મારુ વિશ્વ સમાયેલુ છે. દિકરી સાસરે વળાવી સાથે જ જાણે ઇશ્વ્રરે મારા પગ લઇ લીધા. એક જટકે મને વ્હીલચેર પર મૂકી દીધી. શરુઆત ના બે મહીના દિલમા ખુબ જ દુ:ખ થતુ.મારી દૈનિક ક્રિયાઓ કરવા માટે મારે કોઇ સહારા ની જરુર પડતી .પગની સાથેસાથે હાથે પણ કામ કરવાનુ બન્ધ કરી દીધુ. પરાધીનતા માણસ ને ભાંગી નાખે છે. જે વ્યક્તિ દોડીદોડીને દરેક કાર્ય કરતી,  સાથે બીજાને પણ દોડાવતી, ચોક્કસ સમયે દરેક જગ્યા એ પહોંચતી  તેને હવે સહારાની જરુર પડે છે. હજુ પણ મારી દૈનિક ક્રિયાઓ હુ જાતે કરી શકતી નથી.આજે છ માસ થવા આવ્યા  જાણે રુમ ની ચાર દિવાલ ની અન્દર જ મારુ જીવન છે, અસ્તિત્વ છે – મનહર ઉધાસ ગાય છે કે –માનવ ન થઇ શક્યો તો ઇશ્વ્રર બની ગયો.- હુ ગાઉ છુ કે – માનવ ન થઇ શકી તો જંતુ બની ગઇ.-( વ્હીલચેર ના પાંચ પગ અને મારા બે. કુલ સાત પગ વાળુ જંતુ)  
     ધીમેધીમે જાતને સમ્ભાળવાનો પ્રયત્ન કરુ છુ. ફક્ત પલંગ પર જ દિવસો વિતાવવા, બિચારા બની જીવવુ,  કોઇની દયાને પાત્ર બનવુ, ખુબ જ અઘરુ છે. પરાધીનતા માણસને કેટલી બાન્ધછોડ કરાવે છે ! તે મહેસુસ કરુછુ .નજર સામે જ મારા કુટુમ્બને,  ઘરને, બાળકોને અસહાય જોઇને હ્રદયના ટુકડા થઇ જાય છે.- મા અમારા માટે રસોઇ કોણ બનાવશે?  ઘરે આવતા મહેમાનો  ઘરની જવાબદારી ?અન્ય  પ્રશ્નો ? આવા તો અનેક કોયડાઓ સામે આવ્યા. મારા જ ઘર મા હુ મહેમાન બનીને જીવી રહી છુ . બહાર જવાની, સર્વિસ પર જવાની તીવ્ર ઇચ્છા થાય છે. બઘાને મળવાનો ઉમળકો જાગે છે.પરંતુ........... પગ ઉપર નજર પડતા જ બેચેન થઇ જવાય છે

        આ બધા વિચારોમાંથી બહાર નીકળવા માટે મનને પ્રવ્રુતિશીલ રાખવુ જરુરી છે. ભલે પગ નથી પરંતુ એક હાથ તો ચાલતો હતોને ?  અને...........computer  મારો સહારો બની ગયુ  મારા શોખની દરેક્  બાબતો મને ત્યા મળી. કાવ્યો વાંચીને ફક્ત પોસ્ટ જ કરતી. ફરીવાર વાંચવા માટે બઘુ ફંફોસવુ પડતુ. પરંતુ ભટ્ટ્જી એ  એનો પણ રસ્તો બતાવ્યો .સરસ પ્રવ્રુતિ મળી. કાવ્યો માટે બ્લોગ બનાવ્યો. મનના ભાવો વ્યક્ત કરતા સરસ કાવ્યો અને ચિત્રો જોઇને ખુબ આનન્દ થાય છે.કોઇપણ નુ લખેલ કાવ્ય વાંચુ ત્યારે એક ચેતના જાગે છે ખુબ ખુશી થાય છે

No comments:

Post a Comment