Thursday, June 26, 2014

ચાંદો-સુરજ તારા દીદી
સૌથી વ્હાલાં મારાં દીદી

ખાટ્ટો મીઠ્ઠો પ્રેમનો દરિયો
સ્હેજ સ્વભાવે ખારાં દીદી

મમ્મી-પપ્પા ઘરનું દિલ છે
તું ઘરના ધબકાર દીદી

સાંજ પડે ને યાદા’વે છે
હીંચકો બાગ ફુવારા દીદી

ફળ મળશે એ બાળવ્રતોનું
ઊગશે પ્રેમ જવારા દીદી

દુલ્હો મળશે તમને એવો
ઝૂકશે ચાંદ-સિતારા દીદી

પરણી વટશો ઉંબર ત્યારે
રડશે તુલસી ક્યારા દીદી

પાછાં મળતાં રહેજો, હોને;
પ્યારાં પ્યારાં પ્યારાં દીદી

– કુલદીપ કારિયા

No comments:

Post a Comment