Friday, June 27, 2014

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી
સાંભળ્યું છે કહાન તમે રાજા થયા છો ને રાજા ને સોળસો રાણી
બહાવરી આ આંખોને સમજાવી થાકી
પણ થાય છે જરીય ક્યાં બંધ ?
આંખો તો આંખો પણ કાનને હજીય કેમ
પજવે છે પગરવની ગંધ ?!
પરવશતા પ્રેમમાં આટલી હશે એ કેમ લીધું નહીં જાણી ?
મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી
ઊંબરિયે ઊભી ઊભી વાટ જોઉં કેટલી
ને કિયાં લાગી સાચવું હું યાદને
રોજરોજ વધતા આ ઘેર ઘોંઘાટમાં
જાળવું હું કેમ વેણુનાદને ?
આછેરા આછેરા ઘેરાતા તેજમાં આંખોને કેટલી મેં તાણી
મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

-વિશનજી નાગડા

No comments:

Post a Comment