રખેને હું તને સાવ સહેજમાં પામી જઉં,
એટલા માટે તું છળ કરે છે મારી સાથે.
તારા આંસુ છુપાવવા
ખડખડાટ હાસ્યના ઝબકારાથી
તું આંજી દે છે મારી આંખોને.
જાણું છું, જાણું છું તારી કલાને.
તારે બોલવો જોઈએ તે શબ્દ
તું ક્યારેય ઉચ્ચારતો નથી.
રખેને હું તને મોંઘા મૂલનો ન ગણું,
એટલા માટે તું હજાર બહાને
છટકી જાય છે મારી આગળથી.
રખેને હું તને ટોળામાંનો એક ગણી લઉં,
એટલા માટે તું ઊભો રહે છે અળગો થઈને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
ચાલવું જોઈએ તે માર્ગે
તું કદી ચાલતો નથી.
અન્યો કરતાં તારો અધિકાર વધુ હોય છે
તેથી તો તું છો મૂંગોમંતર.
મનમોજી બેફિકરાઈથી
અવગણે છે તું મારા ઉપહારને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
તારે સ્વીકારવું જોઈએ તે
તું કદી સ્વીકારતો નથી.
– રવીન્દ્રનાથ ટાગોર
એટલા માટે તું છળ કરે છે મારી સાથે.
તારા આંસુ છુપાવવા
ખડખડાટ હાસ્યના ઝબકારાથી
તું આંજી દે છે મારી આંખોને.
જાણું છું, જાણું છું તારી કલાને.
તારે બોલવો જોઈએ તે શબ્દ
તું ક્યારેય ઉચ્ચારતો નથી.
રખેને હું તને મોંઘા મૂલનો ન ગણું,
એટલા માટે તું હજાર બહાને
છટકી જાય છે મારી આગળથી.
રખેને હું તને ટોળામાંનો એક ગણી લઉં,
એટલા માટે તું ઊભો રહે છે અળગો થઈને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
ચાલવું જોઈએ તે માર્ગે
તું કદી ચાલતો નથી.
અન્યો કરતાં તારો અધિકાર વધુ હોય છે
તેથી તો તું છો મૂંગોમંતર.
મનમોજી બેફિકરાઈથી
અવગણે છે તું મારા ઉપહારને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
તારે સ્વીકારવું જોઈએ તે
તું કદી સ્વીકારતો નથી.
– રવીન્દ્રનાથ ટાગોર

No comments:
Post a Comment