Tuesday, June 24, 2014

પપ્પાને જોઈએ પરિણામ ને
મમ્મીને જોઈએ હોમવર્ક
છે ઘરમાં બધું જ છતાંય
મને લાગે એ નર્ક
પપ્પાને મોટો ઍન્જિનિયર ને
મમ્મીને જોઈએ ડૉક્ટર
હું તો છું દીકરો
કે પછી હૅલિકોપ્ટર ?
ભણવું મારે શું ભવિષ્યમાં
એ નક્કી કરે છે કોણ ?
નથી હું એકલવ્ય પણ
હું છું મારો દ્રોણ
કોણ કહેતું’તું ગાંધીજીને કે
રાષ્ટ્રપિતા કેમ બનાય
મારે તો થવું છે માણસ
કહો પિતાજી, કેમ થવાય ?
સ્કૂલ છે કે કતલખાનાં આ
જ્યાં લાગણી રોજ દુભાય!
લાગણી વગરનાં બાળકો તો
રમકડાં જ કહેવાય !
કર્દમ ર. મોદી

No comments:

Post a Comment