Saturday, November 19, 2016

આ  તો  ઈશ તણો  આવાસ 
તું  આમંત્રિત  અતિથિ  એનો
નહિ સ્વામી નહિ દાસ
આ  તો  ઈશ તણો  આવાસ 
એ પીરસે તે ખા તું રસથી   એ આપે તે લે
એનાં જનને તારાં ગણીને એ રાખે તેમ રહે 
વેરતો  પ્રતિપળ  હેતનું  હાસ
આ  તો  ઈશ તણો  આવાસ 
અખંડ ચાલે બ્રહ્મચિંચોડો  કોઈ તાણે કોઈ માણે
તું નવરો નવ  રે’જે   વહેજે
ધૂંસરી      ગજા     પ્રમાણે 
કામમાં ના’વે  કદીય  કચાશ
આ  તો  ઈશ તણો  આવાસ 
તું અથરો નવ થાજે જાવા નવ રે’જે વળી ચોંટી
સૌ સાથે  વહેંચીને  ખાજે રામની  દીધેલ રોટી 
સુધાસમ સમજી સહ્યારી છાશ
આ  તો  ઈશ  તણો  આવાસ 
-કરસનદાસ માણેક

No comments:

Post a Comment