થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !
ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?
ઉજ્જવલ ધોળકીયા
No comments:
Post a Comment