Friday, June 20, 2014

“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,
કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,
હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ,
ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,
હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,
કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા,
જે ઇનપુટની લાઈન મૂકી તે જ

આગળ જઈ આઉટપુટની લાઈન,
વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે
કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને !
આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

પણ લાગણી કેવી રીતે બનાવવી,
પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવો ,
અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

—અજ્ઞાત


No comments:

Post a Comment