Thursday, June 19, 2014

આંખો ઘેલી જોઇ એને સુવાડી,
પાંપણમાં નીંદર રાણી તમને બોલાવું,
સપનાની નગરી વસાવું, નીંદરમાં એને હસાવું.
નાનકડાં, પગલાં પર રાતોની ચાદર ઓઢાડું,
સપનું કો અડધું હોય,રાતોને થોડી વધારું,
સપનાને થોડી મજા દઉ, સૂરજને થોડી સજા દઉ.
ડર એને લાગે તો જલ્દી આંચલમાં છુપાવું,
હીંચકે જો આવે તો કાળજડે એને લગાવું,
ખોળામાં લઇ થપથપાવું,જીવનનું કારણ બનાવું.
સવાર જો આવે, નીંદર ભગાડું,
સૂરજને હળવે બોલાવું, પક્ષીના સૂરમાં જગાડું,
સપનાને જીવન બનાવું.

– સત્ચિત પુરાણિક


No comments:

Post a Comment