Wednesday, June 4, 2014

બે ચોટલામાં ગૂંથેલી
રિબિનના ગલગોટા જેવું
એક બાળકીનું નિર્દોષ
હાસ્ય !
ને દફતરમાં સંતાડીને લાવેલ
ટિફિનના ડબ્બામાં
સાંજ સુધી ચાલે તેટલો
શ્વાસ !
પણ અરે….રે
શાળાના ઝાંપે વળતાં જ
પાનખરનાં પીળાં પત્તાંની
જેમ ખરી પડતું એ
હાસ્ય !
ને સાંજ પડતાં પહેલાં જ
હાંફી જતો
ટિફિનના ડબ્બામાં
સાચવીને રાખેલો
શ્વાસ !

– વર્ષા બારોટ


No comments:

Post a Comment