Wednesday, June 25, 2014

શબરીએ બોર કદી ચાખ્યાં’તાં ક્યાં ?
એણે જીભે તો રાખ્યા’તા રામને !…શબરી.
બોર બોર ચુંટતાં કાંટાળી બોરડીના
કાંટા જરુર એને વાગ્યા હશે
લાલલાલ લોહીના ટશીયા ફુટીને પછી
એક એક બોરને લાગ્યા હશે
આંગળીથી બોર એણે ચુંટ્યાં’તાં ક્યાં ?
લાલલાલ ટેરવેથી પુજ્યા’તા રામને !….શબરી.
રોમ રોમ રાહ જોતી આંખો બીછાવીને
કેટલીયે વાર એણે તાકી હશે ?!
રામ રામ રાત દી’ કરતા રટણ ક્યાંક
આખરે તો જીભ એની થાકી હશે?
હોઠેથી રામ એણે સમર્યાં’તા ક્યાં ? ઠેઠ
તળીયેથી ઝંખ્યા’તા રામને !……શબરી.
–વિશનજી નાગડા.

No comments:

Post a Comment