કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
-દલપતરામ
No comments:
Post a Comment