Thursday, March 31, 2016
Sunday, March 27, 2016
આવો આવો આમ, હે બાળકો તમામ; આપણે ઉમંગે કરીએ, કાપણીનું કામ. જો જો પેલી વાદળીઓ, વરસીને ચાલી જાય; બાર માસનું અનાજ પીરસી, સંપે રહે સદાય. ખેતર માંહે ઊભરાયો છે, કેવો સુંદર ફાલ! લણીએ ચાલો ખંત ધરીને, કાં કરીએ સૌ કાલ? વાંકું દાતરડું લઈ હાથે, ડૂંડાં કાપો આમ; લઈ ખળામાં ઢગલો કરતાં, રાખો હૈયે હામ. અનાજની લણણી પૂરી થઈ, કાપો સર્વે ઘાસ; ચાર ઘાસની કોળી લઈને, મૂકો સૌ આ પાસ. પૂળા કરી ગાડામાં નાખી, પૂરું કરીએ કામ; ઘેર જઈ વાળુ કરી સર્વે, લો ઈશ્વરનું નામ. (રાગ ભૈરવી) આવો બાળકો આ વાર, દીસે જો ખળાં તૈયાર; ડૂંડાંમાં રહેલું અનાજ, ચાલો છૂટું કરીએ આજ. બળદો ગોળ ફરતાં જેમ, ફરીએ આપણે સૌ તેમ, ડૂંડાં જો સરસ પિલાય, છૂટા કણ તરત તો થાય. ભરીએ ટોપલામાં આમ, ઊપણીએ અનાજ તમામ; ડૂંસાં ઊડી જો! જો! જાય, નીચે કણ બધા વેરાય. લઈએ કોથળાઓ સાથ, ભરીએ આમ હાથોહાથ; કરીએ ખેડૂતનું કાજ, મહેનતનું મળે ફળ આજ. -અજ્ઞાત
એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે
પલકમાં ઢળી પડે આથમણેજળને તપ્ત નજરથી શોષી ચહી રહે ઘન રચવાઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવાએક રજકણ સૂરજ થવાને શમણેવમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણેગતિ જાચી ઝંઝાનિલથી એ રૂપ ગગનથી ચ્હાયજ્યોત કને જઈ જાચી દીપ્તિ જ્વાળા કને જઈ લ્હાય ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણેએક રજકણ સૂરજ થવાને શમણે
અમે સૂતા ઝરણાને જગાડ્યું,ઉછીનું ગીત માગ્યું,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.અમે વન વનનાં પારણાંની દોરે,શોધ્યું ફૂલોની ફોરે,અમે ગોત્યું વસંતની પાંખે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ને વીજળીની આંખે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,અમે ખોળ્યું શૈશવને ગાલે,અમે ગોત્યું કંઈ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. કે નેહ-નમી ચાલે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે જોયું જ્યાં સ્વર્ગગંગા ઘૂમે, ને તારલાની લૂમે, અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી, વિરાટની અટારી,(મુંબઈ, ડિસેમ્બર ૧૯૩૪)કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. ઉરે આંસુ પછવાડે હીચંતું, ને સપનાં સીંચંતું,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને મોરલો કોઇની કેકા માનવીનું કાળજ તે કેવું કર્યું પીડ પોતાની પારકા લ્હેકા રૂડાં રૂપાળાં સઢ કોકના શું કામનાં પોતાને તુંબડે તરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને... કોઈ કોઈ ચીંધે છે રામ ટેકરી કોઈ ઓઢા-હોથલની ગુહા ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે ક્યાંક દરદે નીંગળતા દુહા જીવતી ને જાગતી જીવનની ખોઈમાં કોઈની ભભૂત ન ભરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને... પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર ઓલ્યા તો મોતમાં જીવી ગિયા વીરા જીવતાં ન આપણે મરીએ હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊછી ઉધારાં ન કરીએરચનાઃ મકરંદ દવે
Saturday, March 26, 2016
-મનોજ ખંડેરિયાપકડો કલમ ને કોઈ પળે, એમ પણ બનેઆ હાથ આખે આખો બળે, એમ પણ બનેજ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાંમન પહોંચતા જ પાછું વળે, એમ પણ બનેએવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયાએક પગ બીજા પગ ને છળે, એમ પણ બનેજે શોધવામાં જિંદગી આખી પસાર થાયઅંધારું ઘરને ઘેરી વળે, એમ પણ બનેતું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરુંને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને
Thursday, March 24, 2016
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા!
અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
અમને એમ હતું કે સાજન!
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળે પળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
-સુરેશ દલાલ
Subscribe to:
Posts (Atom)






