Tuesday, August 18, 2015

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
મેઘને તે કેમ કરી આંજવો? હીંચકાની સાંકળમાં નેવાં છલે ને એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
મોર તોરણ આ ટહુકે આકાશને મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો? ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ કોરા આ તોરલ બોલાશને? સૂનાં તે ઓરડામાં કેમ કરી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને  છોગાળો એવો મુને આંતરે એમાં માટીનો તોર ક્યાંથી લાવવો? કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ ઘરમાં આવીને ગીત છેડજે!
કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી
        _ ભગવતીકુમાર શર્મા

હે પ્રીતમ, તું મારી પૂજા, હું ચરણોનું ફૂલ
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
પંકજ ને પાણીની આ તો જનમજનમની માયા
મનનું માનસરોવર ઝીલે તારા રૂપની છાયા
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
તું પ્રીતનું પાનેતર, હું વરણાગી રંગીન ઝૂલ
તું અજવાળે અંતર, હું સુહાઉ તારું કુળ
મારા શ્વાસ તણી શેરીમાં તારું આવન જાવન
તારે પગલે  આ મનખાનું મંદીરિયું છે  પાવન
તું વનરાવનનો વનમાળી, હું કુંજગલીની ધૂળ
- કાંતિ અશોક
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
હે હે ચપટી નીંદર વીણવા અમે
ટેવનાં માર્યાં બોરડી કને ગયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી?
આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી પાસ પાસે અણસાર જેવું પણ
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં સખી મોર વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર!
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
કોણ જાણે પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી હે હે ચપટી નીંદર વીણવા અમે
ટેવનાં માર્યાં બોરડી કને ગયાં સખી

ગીતઃ રમેશ પારેખ
તારું તે  નામ લઈ   હૈયું  આ રાતદિન   મીઠેરી  વાંસળીને  વાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં  વળી  એવું શું થાય મને આજ
કે હોઠ નહિ ઉઘડે ને પાય નહિ ઉપડે ને મુખડે છવાઈ જાય લાજ

છાનેરી   વાતને   ચોરીછૂપીથી   રખે  વાયરોયે  સાંભળી   જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં   નીચા આ નેણ ઢળી જાય

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહિ શમણાંઓ શ્યામલ અંજાય
ચંચલ  સુગંધને  કૂણી  આ  પાંખડીમાં  કેમ  કરી  ઢાંકી  ઢંકાય?

પંખાળી  ફોરમને ઝાલી ઝલાય નહિ કોણ જાણે ક્યાંય ભળી જાય
મનને એકાન્ત જરી બોલુ  હું નામ ત્યાં  નીચા આ નેણ ઢળી જાય

-સુરેશ દલાલ  
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ
વરસું તો હું ભાદરવો...
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો...    
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
    - ભગવતીકુમાર શર્મા       
કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા સાથી તારો સત્ય હશે ને શૃંગાર મર્યાદા કુમકુમ પગલે જા વન પવન અને ગગન ખુશ છે ખુશ છે સારી ખુદાઈ પણ ફૂલો પૂછે છે બહેની કેમ થઈ શૂળદાયી? કેમ થઈ શૂળદાયી? સૌને જવાબ આપીશ હું તું તારે ખુશ થા કુમકુમ પગલે જા જા... કુમકુમ પગલે જા સૌના સુખનો સૂર બનીને જયજયવંતી થાજે આપને ભૂલી, બાપને ભૂલી રાગ ત્યાગનાં ગાજે રાગ ત્યાગનાં ગાજે શ્રદ્ધા છે મને પૂરેપૂરી શ્રદ્ધા થઈ જી જા મનુભાઈ દેસાઈ

પૂછો ના અમને પ્યારમાં શું શું થયું નથી
સોગન તમારા કાંઈ પણ બાકી રહ્યું નથી
એ તો બતાવો કોણ એ રસ્તે ગયું નથી
નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે આઘાત છે કે ધૈર્ય છે એની નથી ખબર
એવું કયું છે દર્દ જે એણે સહ્યું નથી
મારાં નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી
ઉપચારકોને છોડો ‘અમર’ને જઈ મળો

- અમર પાલનપુરી